ત્રણ વિકલ્પ - ૩

(55)
  • 4.8k
  • 4
  • 2.3k

ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૩ માધવ, સુહાસિની અને હર્ષદરાય ડાઈનિંગ ટેબલ ઉપર બ્રેકફાસ્ટ કરતાં હતાં તે જ સમયે સેજલ તેની 3 વર્ષની ઢીંગલી એંજલને લઈને ડ્રોઈંગ રૂમ માં આવે છે. “માધવ, તારી તબિયત કેવી છે ?” “બસ, ભાભી મને ઠીક છે. ચાલો તમે પણ બ્રેકફાસ્ટ કરી લો.” સેજલ અનુપની પત્ની અને હર્ષદરાયની પુત્રવધૂ હતી. એંજલ તે બન્નેની ખૂબ જ નાજૂક અને નમણી ઢીંગલી હતી. સેજલ ખૂબ સુંદર સ્ત્રી હતી, અને સુંદરતાનાં કારણેજ તેને અનુપ સાથે નામરજી છતાં, પ્રેમને ભૂલીને, લગ્ન કરવા પડ્યા હતાં. સેજલ લગ્ન પહેલા જ જાણતી હતી કે સ્ત્રીઓ બાબતે અનુપ અને હર્ષદરાયના વિચારો