સંબધની મર્યાદા - 5 - નિર્મળતા

  • 3.2k
  • 1
  • 1.1k

5 "તું સમજ ને આંશી, મારા હાથમાં નથી કોઈને રોકવું. ને તને કેમ તેના પર આટલું વ્હાલ આવે છે મને એ નથી સમજાતું" નિત્યા દૂર ઉભી ઉભી સાંભળતી હતી. ચેતન્ય આંશીને સામે બરાડા પાડતો હતો. ચેહરા પર ઘનઘોર અંધારાના ભાવ હોય પણ ભીતરમાં તો ચંદનના વૃક્ષમાં જેવી નાગને ટાઢક મળે તેવી ટાઢક નિત્યાને મળતી હતી. કોલેજમાં આવ્યા પછી ચેતન્ય નામના પાત્રને દિલે એક ઓરડો આપ્યો હતો, પણ સંજોગ એવા બન્યા હતા કે ત્યાં ચેતન્ય કદી આવી શકે તેમ હતો જ નહીં. આખો દિવસ સાથે રહેવાનું, આંશીની ક્લોઝ ફ્રેન્ડ હતી એટલે ક્યારેક આંશી ચેતન્યને ગાર્ડનમાં મળવા જતી તો