પ્રેમામ - 6

(13)
  • 3.5k
  • 2
  • 1.5k

*વર્તમાન સમય* "બે, ઘર ની આણે શું હાલત કરી છે. આ સુધરવાનો નથી ક્યારેય. ચારેય તરફ દારૂ ની બોટલો ઉલળે છે. આ કાંચ ની વસ્તુઓ પણ તોડી નાખી. હાથમાં મરહમ-પટ્ટી કરી છે. અર્થાત, હાથ વડે આ વસ્તુઓ તોડી છે. પાગલ થઈ ગયો છે આ? હેય, લીલી આ ગાલ પર નિશાન શાનો છે? હર્ષ એ તારી પર હાથ ઉપાડ્યો? લો, હવે આ ભાઈસાબ હાથ ઉપાડતા પણ શીખી ગયા." અભી એ કહ્યું. "ના એવું કંઈ નથી. વાંક મારો જ છે. હું જ થોડી ઓવરડ્રામેટિક થઈ ગયેલી." લીલી એ કહ્યું. "લીલી! ખોટું શા માટે બોલે છે? ક્યાં ઈસ બંદે કો હમ જાનતે નહીં?