રેઈની રોમાન્સ - 14

(16)
  • 2.3k
  • 840

સમય રાત્રીના ૨ વાગ્યે.... રાજકોટથી આશરે 20 km દૂર ઇન્ડસ્ટ્રીયલ ઝોન નજીક એક નાનકડું ગામડું આવેલું હતું. હજુ સુધી અહીંયા રાજકોટની શહેરી હવા પહોંચી નહોતી. રાત્રીનો ભેંકાર વાતાવરણને વધુ નિર્જન બનાવી રહ્યો હતો. તમરાના અવાજો ચારેબાજુ સંભળાય રહ્યા હતા. ક્યારેક કૂતરાના ભસવાના અવાજ પણ સંભળાય જતાં. ગામના પાદરથી દૂર અને મેઇન રોડથી ખાસ્સુ અંદરના ભાગમાં એક જુનું ઓઇલમીલ આવેલું હતું. જે બહારથી સાવ જુનવાણી અને ખંડેર જેવું લાગી રહ્યું હતું. મીલના પાછળના ભાગે પણ સ્થાનિક લોકોને જ ખબર હોય તેવો ખેતરાઉ માર્ગ પણ હતો. ક્યારેક અહીયાં માલ ભરેલા મોટા ટ્રકો આવતાં. ગામમાં બધા એમ માનતાં કે આ મીલ