કાવ્યસેતુ - 3

  • 4.4k
  • 1
  • 1.6k

અમદાવાદ અસલ અમદાવાદી મિજાજ, બોલીથી પકડાઈ જાય! ચીવટાઈ ભરેલી બોલી, એમાંય જલેબી જેવી મીઠાશ! જલસાભેર જીવતા અહીં હરેક લોક, જે જઈ આવે જે રાતે માણેકચોક, ભદ્રનાં મહાકાળી કરે રખેવાળી, ફરકણી અહીં કાંકરિયાની પાળી! એલિસબ્રિજ જોડે શહેરને સજ્જ, સરદારબ્રિજ ને નહેરુબ્રિજ સાથ પુરાવે સંગ! રિવરફ્રન્ટનાં સહેલાણીઓ સંગ, અમદાવાદ એના રંગે રંગ! દરવાજા ત્રણ કે લાલ, પ્રેમ પુરે હરપળ! પોળનાં ઇતિહાસ હજીય, રેલાય અલૌકિક સંપ ! જ્યાં માણસાઈની વાડ છે, એ વાડજ અડીખમ છે! શાહી દરબાર ભલે રાજાઓના હોય, અહીં તો શાહીબાગ છે! પૂર બધા સરસ છે અહીં, દરિયા હોય કે ગોમતી-કાલુ ! પલળવાની મોસમની મોજ, પાલડી - આશ્રમરોડ રોજ! મણિ હર