રેઈની રોમાન્સ - 13

(11)
  • 2.2k
  • 1
  • 880

લાઇફ સીક્યોર એજન્સી, હેડક્વાર્ટર. લાઇફ હાઉસ, મુંબઇ. સુલતાન શેખની ઓફીસનું આ હેડક્વાર્ટર હતું. ૭ ભાગમાં વહેંચાયેલા લાઇફ હાઉસમાં ૧૨૦૦ માણસોનો સ્ટાફ કામ કરતો હતો. દેશના કેટલાય નામાંકિત જાહેર તથા ખાનગી એકમો 'લાઇફ' ના સુરક્ષાચક્ર હેઠળ હતા. તેનો વિદેશમાં પણ સારો એવો પગપેસારો હતો. તેની સાથે કરાર કરતાં દરેક ક્લાયન્ટે પોતે દેશવિરોધી પ્રવૃતી સાથે સંકળાયેલા ના હોવાની ખાતરી આપવી પડતી. 'લાઇફ' તેના ક્લાયન્ટના અંગત હીતોની રક્ષા માટે ચુસ્ત સલામતી જાળવતી હતી. સુલતાનની તાકાત અને તેના નેટવર્કની બધાને ખબર હતી. માટે ઉંચી ફી હોવા છતાં સુલતાનને સ્ટાફમાં સતત વધારો કરવો પડતો હતો. અમુક સામાન્ય સુરક્ષા માટે તેને અન્ય કંપની જોડે કોન્ટ્રાક્ટ