મહેંદી ના રંગ જુદા જુદા

(15)
  • 3.7k
  • 1
  • 1.1k

કેતકી કૉલેજ થી આવીને સીધી બેડરૂમમાં ગઈ, અને ડુસકા ભરવા લાગી. આજે ક્યાંય મન લાગતું ન હતું. કૉલેજ માં આજે સાગર જોડે જગડો થઈ ગયો હતો, અને ગુસ્સામાં ને ગુસ્સામાં ત્યાંથી ચાલી આવી હતી. કૉલેજના પ્રથમ વર્ષથી કેતકી સાગરના ગળાડૂબ પ્રેમમાં હતી. બંને એ એકબીજાને સાથે જીવવા મરવાના કૉલ આપ્યા હતા. રડતા રડતા વિચારતી હતી કે આ એજ સાગર હતો? જેને એ જીવથી પણ વધુ પ્રેમ કરતી હતી? સાગર આટલો ખુદગર્જ હોઈ જ ન શકે. ડ્રોવરમાં મુકેલ મોબાઈલના વાઈબ્રેશને તેનું ધ્યાન ખેંચ્યું. સાગરનો કૉલ આવતો હતો. ગુસ્સામાં ને ગુસ્સામાં કેતકીએ ફોન સ્વીચઓફ કરી મૂકી