રેઈની રોમાન્સ - 10

  • 2.9k
  • 1.3k

પ્રકરણ 10 29 જૂન, 2020 મારો લખવાનો મૂડ આજે પણ જળવાઇ રહ્યો હતો. દિવાલનો ટેકો લઇ પગ લાંબા કરીને બેઠો હતો. ખોળામાં ઓશીકા ઉપર રહેલા કી- બોર્ડ પર આંગળીઓ વિજળીવેગે ફરી રહી હતી. બાજુમાં પડેલાં કપમાં ભરેલી ચા ઠરીને ઠીકરું થઇ ગઇ હતી. હવા ન મળવાથી અડધી સીગારેટ ઓલવાઇને સુમસામ પડી હતી. દિવાલમાં ટીંગાયેલા ટીવીની વિશાળ સ્ક્રીન પર શબ્દો 'રેઇની રોમાન્સ' નો એકભાગ બની પોતાને નસીબદાર માનતાં હતા. છેલ્લી ત્રણ રાતોથી હું સુતો નહોતો. ચાર દિવસમાં હું માંડ દસેક વખત ઉભો થયો હોઇશ. મને કામના સમયે ખાવા- પીવાનું કંઇ ભાન ના રહેતું. બે વખત ઓર્ડર કરેલા પીત્ઝા