રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૩૨ અગ્નિરાજ જેવાં જ રત્નનગરી પધાર્યા એ સાથે જ તેઓ સીધા જ પોતાની દીકરી મેઘનાને મળવા એનાં કક્ષમાં જઈ પહોંચ્યાં. છેલ્લાં ચાર દિવસથી અગ્નિરાજના બદલાયેલાં વ્યવહારને લીધે રાણી મૃગનયની પણ ચિંતિત જણાતાં હતાં. એમને આ બદલાયેલાં વ્યવહારનું કારણ પણ અગ્નિરાજને પૂછ્યું પણ એનાં પ્રત્યુત્તરમાં અગ્નિરાજે એક શબ્દ પણ કહેવાનું કષ્ટ ના લીધું. "પિતાજી..!" અગ્નિરાજને પોતાનાં કક્ષમાં આવેલાં જોઈ મેઘના દોડીને એમને ભેટી પડી અને બોલી. "કેવી છે તમારી અને માંની તબિયત? કાલે તમારાં આગમન વિશે જાણ્યું તો મને ભારે આશ્ચર્ય થયું કે તમે તમારી માનસરોવર યાત્રા અડધે રસ્તે જ ટૂંકાવી પાછા આવી રહ્યાં છો." "એ