દરિયાપાર

(21)
  • 2.4k
  • 3
  • 608

વાર્તા- દરિયાપાર લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9601755643 દરિયાકિનારાની ઠંડી રેતી ઉપર ચાલતાં નિશીથ નું મન ખુશીથી તરબતર થઇ ગયું.સંધ્યા સમયનો સુવર્ણઉજાસ,ઉછળતાં દરિયાનાં મોજાનો અવાજ,દૂર દૂર દેખાતાં સ્ટીમરો,ઠંડો પવન,નાળિયેરી નાં ડોલતાં વૃક્ષો ,ચોપાટી ઉપર હકડેઠઠ ભીડ,બાળકોની દોડાદોડી,નાસ્તાપાણીની રમઝટ,પ્રેમીપંખીડાઓ નો કલરવ ખરેખર ધબકતું જીવન હતું.નિશીથને જયારે પણ ગામડેથી મુંબઇ આવવાનું થાય ત્યારે ચોપાટી ઉપર આવવાનું ચૂકતો નહીં.ખભે થેલો ભરાવીને બે કલાકથી તે આમથી તેમ ઘૂમી રહ્યો હતો.વર્ષમાં બે વાર તે અચૂક મુંબઇ આવતો. પણ આ વખતે તે બે વર્ષે આવ્યો હતો એટલે અહીંથી જવાનું મન થતું નહોતું.તેને દરિયામાં દૂર દૂર સુધી દ્રષ્ટિ કરવાની મજા આવતી હતી.તેની નજર જાણે દરિયામાં કશુંક ખોળી રહી