*એક વર્ષ પહેલાં* હું ડેશીંગ લુકમાં કોલેજ માટે નીકળી ગયો. ડેશીંગ તોહ, રોજેય લાગતો! પરંતુ, આજે થોડું વધારે જ ડેશીંગ લાગવાનું હતું. મારી કે.ટી.એમ પર સવાર થઈ! હું નીકળી પડ્યો. બે જ મિનિટમાં કોલેજ પહોંચ્યો. મારા મિત્રો ત્યાં જ, ગાર્ડનમાં બેઠા હતા. એ બધાય મારી પાસે આવ્યા. અને મને સોરી...સોરી... કરવા લાગ્યા. મેં એમને માફ કર્યું. અમે, બધાય ગળે મળ્યા. "બે! તું તોહ, નારાઝ થઈ ગયો હે!" વિવેક એ કહ્યું. "હા! આમ, નારાઝ થવાનું ક્યારથી સીખી ગયો?" અભી એ કહ્યું. "બે! તું કંઈ રૂપાળી કન્યા છે? કે, આમ નારાઝ