પેન્ટાગોન - ૧૩

(77)
  • 4k
  • 4
  • 1.9k

પ્રોફેસર નાગ અને હેરી સાથે થોડી વાતો કરી, ભય લાગે એવું ભયંકર બળેલા ચહેરા વાળી યુવતીનું દૃશ્ય જોઈને બધા એમના ઓરડામાં સુવા ગયા ત્યારે આવતી કાલે શું થશે એ જાણવા આતુર હતા. એ રાત્રે શિયાળની લારી, કૂતરાના ભસવાનો અવાજ અને જીવડાઓની રાતભર ચાલું રહેતી ગુંજન સિવાય બીજી કોઈ ખાસ ઘટના ન હતી ઘટી. સવારે બધા વહેલા ઊઠીને તૈયાર થઈ નીચે આવ્યા ત્યારે પ્રોફેસર નાગ અને હેરી મોર્નિંગ વોક માટે બહાર ગયેલા હતા. રઘુ રસોડામાં નાસ્તાની તૈયારી કરી રહ્યો હતો. સના મોબાઈલમાં જોઈ રહી હતી. ચારે ભાઈબંધ સનાની સામેની ચાર ખાલી ખુરશીમાં ગોઠવાયા. “આજે ગરમી વધારે હોય એવું લાગે છે." સાગરે