મહેંક તારા પ્રેમની

(11)
  • 3.1k
  • 728

જૈનમનું ધ્યાન આજે કામમાં ન્હોતું. એ વારેઘડીયે મોબાઇલને જોઈ રહ્યો હતો.અગિયાર વાગી ચૂક્યા હતા અને whatsapp પર હજી સુધી મહેંકનો મેસેજ આવ્યો નહોતો. મહેંક રોજ સવારે 11:00 વાગે અલગ અલગ નખરા સાથેના એના પીકસ જૈનમને વોટ્સ એપ પર મોકલતી. મહેંકની આંખો ખૂબ સુંદર હતી. જ્યારે આંખોથી ભાવ છલકાવતી ત્યારે શબ્દોની જરૂરત ના રહેતી અને જૈનમ એ પીકસને જોઈ દરેક ફોટાને અલગ અલગ વાક્યો આપતો