કિસ્મત કનેકશન - પ્રકરણ ૩૫

(31)
  • 4.1k
  • 1
  • 1.6k

પ્રકરણ ૩૫આટલી બધી રોકકળ વચ્ચે બેબીને દાખલ કરી હતી તે હોસ્પિટલ પરથી વિશ્વાસ પર ફોન આવે છે અને વિશ્વાસ કોલ થોડો સ્વસ્થ થઇ કોલ રીસીવ કરે છે.પીડીયાટ્રીક ડોકટર હળવેકથી બોલે છે, "તમારી બાળકી હવે ખતરાથી બહાર છે, તે સેફ છે અને ધીમે ધીમે તેની કન્ડિશન સ્ટેબલ બનતી જાય છે અને કાલે અમે તેને આઇસીયુમાથી રૂમમાં સિફ્ટ કરી દઇશું...”વિશ્વાસ ડોક્ટરની વાત સાંભળી રહ્યો હતો પણ કોઈ રિસ્પોન્સ ના આપતા ડોક્ટર બોલ્યા,”વિશ્વાસ, આપ મારી વાત સાંભળો તો છો ને. આપ ...”ડોક્ટર હું બધુ સાંભળું છું પણ સમજી શકતો નથી. તમે મને એક સારા સમાચાર આપ્યા અને બીજા અહી અમને બેડ સમાચાર મળ્યા....