અધુુુરો પ્રેમ.. - 53 - નોટિસ

(47)
  • 5.1k
  • 5
  • 1.8k

નોટિસપલકને અડધીરાત્રે આવેલી જોઈને અત્યારે કશું પુછ્યું નહીં એને શાંતિ મળે એટલે નીરાંતે સુઈ જવાં દીધી.પથારીમાં પડતાની સાથેજ ઉંડી નીંદરમાં ફસડાઈ પડી.અચાનક જાગીને જોયુંતો સવાર પડી હતી.સવીતાબેને પલકને પહેલાં ફ્રેસ થવાનું કહ્યું, બધુંજ બરાબર પતાવી અને ચા નાસ્તો તૈયાર હતો તેથી પલકને આપ્યો. ચા નાસ્તો પતાવી અને પલકને પુછ્યું બેટાં એવુંતો શું થયું કે તું અડધી રાતે ભાગીને અહીંયા આવી ગઈ. પલકે એકદમ કડક અવાજે કહ્યું, મમ્મી એ નરાધમ હવે મારા માટે મરી ચુક્યો છે. બહું થયું મમ્મી એણે જેટલી મને હેરાન પરેશાન કરવાની હતી એટલી કરી ચુક્યો છે. હવે હું એનાથી છુટકારો મેળવીને જ રહીશ.તરતજ એણે સરીતાને ફોન કર્યો,