બસ એક જ ચિનગારી...

  • 2.8k
  • 842

"તમન્ના જાગને હવે કેટલુંક સૂવું છે..." "વંદિતા, પ્લીઝ સુવા દેને." " ચાલ તમન્ના નખરા છોડ બધા... કૉલેજ જવાનું મોડું થાય છે જો 7.30 થાય છે 8 વાગે લેક્ચર છે ને" ( તમન્ના જાગે છે અને તૈયાર થઈ બન્ને બહેનપણીઓ કૉલેજ જવા નીકળે છે.) તમન્ના અને વંદિતા બન્ને ખાસ ફ્રેન્ડ. બંને 1 થી 12 ધોરણ સુધી જોડે જ ભણેલી અને કૉલેજમાં પણ જોડે જ એડમિશન મેળવ્યું. અને હવે બન્ને ગર્લ્સ હોસ્ટેલમાં સાથે એક જ રૂમ માં રહે છે. તમન્ના પહેલેથી થોડી સીધી છોકરી હતી, પણ વંદિતા નટખટ, નખરાળી, અને થોડું વધુ બોલ બોલ કરતી.