રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 26

(133)
  • 4.5k
  • 4
  • 2k

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૨૬ "મેઘના, તે આ શું કરી દીધું?" મેઘનાની પાછળ એનાં કક્ષમાં પ્રવેશેલા રુદ્રએ પૂછ્યું. "મેં જે કર્યું એ ઉચિત જ છે! એની હિંમત કઈ રીતે થઈ સ્ત્રીઓને નિમ્ન કહેવાની?" મેઘનાનો ક્રોધ એની આંખોમાં ઊભરી આવ્યો હતો. "તે એને દ્વંદ્વનો પડકાર તો આપી દીધો પણ તમને લાગે છે કે તું સાત્યકીને દ્વંદ્વમાં હરાવી શકશો?" "એને દ્વંદ્વમાં પરાજિત કરવા કોણ માંગે છે? મારે તો બસ એની જોડે મુકાબલો કરી એ સાબિત કરવું છે કે સ્ત્રીઓ પુરુષો કરતાં સહેજ પણ ઉતરતી નથી." "સારું, હવે જો તે નક્કી કરી દીધું જ છે તો કાલે જોયું જશે." રુદ્ર મેઘનાને આલિંગનમાં