પ્રકરણ - 4 બીજા રિંગ રોડ પરનું 'અપના અડ્ડા' કોલેજ સ્ટુડન્ટસના કલબલાટથી સતત ધમધમતું રહેતું. રાત્રે યાર, દોસ્તોનીની મોહબ્બતની મહેફિલ જામતી. જેની ચર્ચા અને સ્મરણોની યાદગારીનો ક્યારેક ઉગતો સૂરજ પણ ઈર્ષા કરતો. કેટલાંય ગ્રુપની જેમ અમારી દોસ્તીનો આ કાયમી અડ્ડો હતો. આજે અમારી ચંડાલ ચોકડી ઘણાં સમય પછી અહીંયા ભેગી થઇ હતી. આરવ એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવતો હતો. જ્યારે સૌમ્ય પ્રોફેશનલ હેકર હતો. વિવિધ એજન્સી અને અમુક સોફ્ટવેર કંપનીને તે સેવા પુરી પાડતો હતો. તથાગત ગવર્મેન્ટ ઓફીસર હતો. એક લગ્ન પ્રસંગમાં અનાયસે ભેગા થયેલા અમે બધા આજે પાક્કા ભાઇબંધ બની ચુક્યા હતા. અમારી ચંડાળ ચોકડી અઠવાડીયામાં બે દિવસ