રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૨૫ બૃહદ સાત્યકીનો ગુપ્તચર હતો એ જાણ્યાં બાદ રુદ્રને સમજાઈ ગયું હતું કે હોય ના હોય સાત્યકી અહીં બૃહદના કહેવા ઉપર જ આવ્યો હતો. બૃહદનો અંતિમ સંસ્કાર પૂર્ણ કરી રુદ્ર જ્યારે રાજમહેલ પહોંચ્યો ત્યારે મધરાતનો સમય થઈ ચૂક્યો હતો. રુદ્ર રાજમહેલમાં પ્રવેશતાં જ સીધો જ મેઘનાને મળવા એનાં કક્ષમાં પહોંચી ગયો. રુદ્ર મેઘનાનો અંગરક્ષક હોવાથી મેઘનાનાં કક્ષ બહાર ઊભેલાં સૈનિકોમાંથી કોઈએ એને રોકવાની કોશિશ ના કરી. રુદ્રના આશ્ચર્ય વચ્ચે મેઘના હજુ પણ જાગતી હતી. રુદ્ર જેવો જ એનાં કક્ષનો દરવાજો બંધ કરી અંદર પ્રવેશ્યો એ સાથે જ મેઘનાએ એને પોતાનાં આલિંગનમાં લઈ લીધો. "ક્યાં હતો