પ્રણય ત્રિકોણ - મિતલ ઠક્કરકોલેજ છૂટી એટલે રોજની જેમ કંકિતા અને જાનુષી ઘરે જતાં પહેલાં કોલેજના ગાર્ડનમાં મળ્યા. કોલેજમાં બંનેના વર્ગ જુદા હતા. શહેરમાં બંને અલગ-અલગ જગ્યાએ રહેતી હતી. પણ એમની દોસ્તી પાકી હતી. કંકિતા અને જાનુષી કોલેજના પ્રથમ વર્ષમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભેગી થઇ ગઇ હતી. એ કાર્યક્રમમાં સાથે કામ કર્યા પછી તેમની દોસ્તી એવી થઇ કે ત્રીજા વર્ષની અંતિમ પરીક્ષા આવવાની તૈયારી હતી ત્યારે તેમને છૂટા પડવાનો સહેજ ડર લાગી રહ્યો હતો. આજે બંને બહુ ખુશ હતી. બંને મળી એટલે એક સરખા ઉદગાર સરી પડ્યા. એમાં કોણ કઇ વાત કહેતું હતું એનું મહત્વ ન હતું. બંનેના દિલની હાલત એકસરખી