બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 3

  • 3.1k
  • 988

કલ્પેશ બાઈક લઈને વિજય પાસે આવી ગયો અને વિજયને બેસાડી તેને હોસ્પિટલ લઇ ગયો. તેણે હોસ્પિટલના ગેટ પાસે બાઈક પાર્ક કરી અને વિજયને ટેકો દઈ હોસ્પીટલના મેઈન ગેટ પર લઇ ગયો. તેણે ગેટ ખોલવાની કોશિશ કરી તો તેને ખબર પડી કે તેમાં તાળું લાગેલું છે. તાળા સાથે બાંધેલી સાંકળના અવાજને કારણે કમ્પાઉન્ડર જાગી ગયો અને ઉભો થઈ ગેટ પાસે આવી તાળું ખોલવા લાગ્યો અને બોલવા લાગ્યો, “અત્યારે જ ટાઈમ મળ્યો તમને? શું થયું છે?” “તાવ આવ્યો છે.” કલ્પેશ જવાબ આપી વિજયને અંદર લઇ ગયો અને તેને સીટ પર બેસાડ્યો. “કલ્પેશ... ઘરે ચાલ પ્લીઝ... ઇન્જેક્શન..નહી..ઇન્જેક્શન.” “વિજય ચુપ થઇ જા. તને