અધુુુરો પ્રેમ.. - 52 - વમળ

(56)
  • 5.8k
  • 4
  • 1.7k

વમળપલક પોતાની જીંદગી ટુંકી કરવાંનું પાક્કો નીર્ધાર કરી ચુકી છે.પોતાની નાનકડી પરીને છેલ્લી વખત પોતાની છાતીનું ધાવણ ધવરાવી અને ગળામાં ફાસી લગાવી અને મૃત્યુનાં આહોશમાં સમાઈને આ અવળી દુનિયાને (પલકની નજરથી)છોડીને હંમેશા હંમેશા વીદાઈ લ્ઈને પરલોકમાં જતું રહેવું એમ નક્કી કર્યું.પરંતુ હજયે વીચારોનું"વમળ"એનાં દીમાગનાં તાર હલાવી રહ્યાં છે. એની દીકરીને છોડીને જવાનું એને હીંમત ચાલતી નથી.વારેવારે ઉભી થાય અને દોરડાને હાથમાં પકડે અને બેસી જાય છે. લગભગ અગધો કલાક આવું કર્યું. અંતે એણે પાક્કો નિર્ણય લઈ લીધો.બસ હવે આત્મહત્યા એજ એક આ મુશ્કેલીઓ માથી છુટવાનો મારગ નજરે પડ્યો. પલકે છેલ્લી વારની પોતાની દીકરીને વહાલ કર્યું,પોતાની દીકરીને માથું ચુમી લીધું.