જૉકર - સ્ટૉરી એક લુઝરની - 30

(69)
  • 5.1k
  • 2
  • 2.2k

જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 30 લેખક – મેર મેહુલ બકુલને વિશ્વાસમાં લઇ અમે માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો.મારે અને બકુલને મળી પ્રૉ.બી.સી.પટેલના લેપટોપમાંથી વીડિયો ચોરવાના હતા.બી.સી.પટેલ,નામ જ ગાળ આવે છે. કેવો વ્યક્તિ હશે સાલો. ઉંમર પંચાવનની છે ને કાંડ પચીસ વર્ષના.એને તો ગમેતેમ કરીને એક્સપોઝ કરવાનો જ હતો. પછીના દિવસે મેં અને બકુલે મળી લેપટોપમાંથી વીડિયો કેવી રીતે લેવા તેની મંત્રણા કરી.બી.સી. પટેલ બિઝનેસ કોમ્યુનિકેશનનો લેક્ચર લેતો.પ્રેઝન્ટેશન માટે એ લેપટોપ સાથે લઈ આવતો.લેપટોપ હંમેશા તેની સાથે જ રહેતું માટે કોઈ પણ રીતે પહેલાં તેને લેપટોપથી દુર કારવાનો હતો.પ્લાન મારા મગજમાં હતો જ.બકુલ તો તેનો ચમચો હતો