રેઈની રોમાન્સ - 1

(25)
  • 6k
  • 2
  • 2.6k

પ્રકરણ 1વરસાદ, પ્રેમ અને પ્રકૃતિ. મને આ ત્રણેય સાથે અનહદ લગાવ. કારણ કે આ ત્રણેય મારી અને જિંદગીની જેમ કોઈના કહ્યામાં ના રહી શકે. ત્રણેય સાથે પ્રાર્થના કે માનતાનું શ્રદ્ધારૂપી તત્વ અનાયાસે જોડાયેલું હોય. તેનું ફળ મળે તો નસીબદાર…નહીં તો… તક રૂપી ‘સરપ્રાઈઝ’ઈશ્વર સતત આપતો રહે. અનિચ્છા કે જરૂરિયાત ના હોય તો પણ. હું અત્યાર સુધી બીજા માટે આવું માનતી હતી. જ્યારે ખુદને અનુભવ થયો ત્યારે બેફામ બનીને વિહરતી હું અચાનક સ્થિર બની વહેવા લાગી. આ માટેના કારણો વિચારવા લાગી. હું રેવા…બ્રેઇનના સેલમાં વીજળી વેગે ગતિ કરતાં હૃદયની લાગણીઓ અને મનની માંગણીઓના કારણો