વિશ્વ પર્યાવરણ દિન ભવિષ્યમાં પૃથ્વી તૂટેલા,ફાટેલા ભંગાર માલસામાન ભરવાના ડેડસ્ટોક તરીકેની કલ્પના તરંગી તુકકા તરીકે જાણીતા ઓનીલ નામના વૈજ્ઞાનિકે કરી છે..જે આજની ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ જોતા જરાય ખોટી કલ્પના ન કહેવાય! સુખસુવિધા અને ટેકનોલોજી પાછળ પાગલ થયેલો માનવી જો પર્યાવરણને નુકસાન પહોચાડવાનું બંધ નહિ કરે તો ભવિષ્યમાં પૃથ્વી રહેવાલાયક નહિ રહે જેના પરિણામે પૃથ્વી અને ચંદ્ર વચે માનવ વસાહત સ્થપાય તો નવાઈ નહિ !આજે ઉભી થયેલી પર્યાવરણની વિકરાળ સમસ્યા સામે લોકોને જાગૃત કરવા દર વર્ષે ૫ જુન વિશ્વ પર્યાવરણ દિન ઉજવાય છે. પ્રકૃતિએ તો અત્યંત સુવ્યવસ્થિત અનેક પ્રકારની ભૌતિક,રાસાયણિક,જૈવિક પ્રક્રિયાઓને સુર્યપ્રકાશની ઉષ્માઉર્જાથી અને ધરતીના પોષક દ્રવ્યોથી કુદરતી પર્યાવરણના