વિશ્વ કનૈયો

(18)
  • 5.7k
  • 2.7k

આજથી પાંચ હજાર વર્ષ પહેલાં આ ધરતી પર ધર્મ, ન્યાય અને નીતિ માટે આજીવન લડવાવાળા એક અલોકિક, મહાન, ઉત્કૃષ્ટ અને પ્રતાપી વ્યક્તિના રૂપમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ જન્મ લીધો. ભગવાન શ્રીકૃષ્ણ જેવી મહાન વિભૂતિ અને એમના ચરિત્ર જેવું મહાન ચરિત્ર જગતમાં ક્યાંય જોવા મળતું નથી. શ્રીકૃષ્ણ પુરુષોત્તમ તો હતા જ, પણ તે સાથે ગુરુઓમાં શ્રેષ્ઠ ગુરુત્તમ પણ હતા. આથી જ વિશ્વભરના સૌ કોઈ બૌદ્ધિકોએ કહ્યું છે કે કૃષ્ણમ્ વંદે જગદગુરુમ્.” શ્રીકૃષ્ણ કેવળ વૈષ્ણવો, હિન્દુઓ, ભારતવાસીઓ અને એશિયાવાસીઓના જ નહીં, પરંતુ વિશ્વમાં વસતા પૂર્વના કે પશ્ચિમના પ્રત્યેક માણસના ગુરુ છે ! પ્રેમનું બીજું નામ ભગવાન શ્રીકૃષ્ણ.