કોફીનો કડવો ઘૂંટ

(13)
  • 3.7k
  • 2
  • 1.6k

' કોફીનો કડવો ઘૂંટ 'લગ્નના ચાલીસ વર્ષે એક અપ્રત્યાશીત ઘટનાએ મને હલાવી નાખ્યો . જીવનનૈયાના પાટા પર એકસરખી ગતિથી ચાલી રહેલી જીવનની ગાડીના સાથે ચાલનાર પૈડાં પાટા ઉપરથી ઉતરી જ પડ્યા .આજ સવારની કોફીનો સ્વાદ મને થોડો વધારે કડવો લાગ્યો . એક ઘૂંટ ભરતા જ ગઈકાલ રાતના સંવાદો ફરીથી તાજા થયા . કપમાં રહેલી કોફીનો સટ્ટાક દઈને ફળિયાના ઘાસ પર ઘા કરી દીધો . ગઈકાલ રાતે મારા દીકરાના દીકરાનો જન્મદિવસ હતો . કંપની તરફથી મળેલ ક્વાટર્સમાં મારો દીકરો સાહિલ એના પરિવાર સાથે રહેતો હતો . હું અને મારી પત્ની સુધા અમારા જુના ઘરમાં જ સ્થાયી હતા .કાલે પૌત્રનો જન્મદિવસ હોવાથી અમે સવારથી