અધુુુરો પ્રેમ.. - 50 - અપમાન

(58)
  • 4.8k
  • 5
  • 2.4k

અપમાનપલક પોતાની દીકરીને જોઈને ખૂબજ ખુશી ખુશી થઈ ગઈ. એને થયુંકે જેનાં કારણે મે મારું જીવન દાવ પર લગાડ્યું એ દીકરી કેટલી રુપાળી છે.ખુબસુરત આંખો, સુંદર નાક,રૂપાળાં ગાલ એકંદરે પરી જેવી દેખાતી હતી. સવીતાબેને વીશાલને ફરીથી ફોન કર્યો અને કહ્યું જમાઈ તમારા ઘરે લક્ષ્મી પધાર્યા છે.એટલું સાંભળતાં જ વીશાલે ફોન કાપી નાખ્યો. હવે સવીતાબેને થયુંકે એમણે જે સાંભળ્યું હતું એ ભરમ નહોતો એ સાચી વાત હતી.કેમ વીશાલે દીકરી નું નામ સાંભળતાંજ ફોન કાપી નાખ્યો હતો. પલક અને એની ખુબજ સુંદર પરી જેવી દીકરીને જોઈને પલક વારંવાર આનંદનો અનુભવ કરતી હતી. પરંતુ જ્યારે એ પોતાનાં પતીને યાદ કરતી હતી,