સ્કાય હેઝ નો લીમીટ - 22

(85)
  • 5.9k
  • 9
  • 3.6k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-22 મોહીત ઓફીસથી આવીને સીધો ફ્રેશ થવા ગયો. બધાં સ્ટાફ ફેકલ્ટીને મળ્યો એમની સાથે વાત કરી એમની રહેવાની એરેન્જમેન્ટ બધી વ્યવસ્થા જોઇ. એ બાથ લઇને સીધો ગાર્ડનમાં ગયો અને મલ્લિકા તરફ એક નજર કરીને એણે મેરીને બહાર બીયર આપી જવા કીધું. જોસેફને ટીવી સ્ક્રીન બહાર લાવીને એરેન્જ કરવાં કીધું એણે એક મીલીયોનરની જેમ ઓર્ડર ફાડ્યા અને મલ્લિકા આ બધું જોઇને પોરસાઇ રહી હતી. એણે મોહીતની ગઇકાલનાં વર્તન માટે માફી માંગી લીધી. મોહીતે કહ્યું "ઇટ્સ ઓકે "એમ કહી મીતાબહેનને મેરી સાથે બોલવા કીધેલું એ આવ્યા એમને કેમ છો કહીને કહ્યું મીતાબેન ગરમા ગરમ ભજીયા ખવરાવો બહુ સમય થઇ