જૉકર - સ્ટૉરી એક લુઝરની - 26

(77)
  • 5.5k
  • 6
  • 2.9k

જૉકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 26લેખક – મેર મેહુલ મારી અને શેફાલીની રાસલીલા સૌની સામે આવી ગઈ હતી. કોઈએ અમારો વિડીયો ઉતારી વાઇરલ કરી દીધો હતો.પ્રિન્સિપાલે અમને બંનેને ઓફિસમાં મળવા પણ બોલાવ્યા હતા.મને એ કોઈની પરવાહ નહોતી.મારે બસ એકવાર નિધિને મળીને કહેવું હતું.મારી ભૂલ કબૂલવી હતી.હું તેનાં રૂમમાં પ્રવેશ્યો ત્યારે એ રૂમમાં એકલી બેઠી હતી. હા,એ બેશક અત્યારે વધારે ખુબસુરત લાગતી હતી, પણ તેના માટે હું ખુશ થાઉં એવું મેં નહોતું કર્યું.હું તેની સામે જઈ ઉભો રહ્યો ત્યારે હું અસ્વસ્થ હતો.તેણે મારી સામે જોયું.“ઓહ,જૈનીત.ગુડ મોર્નિંગ”તેણે બનાવટી સ્મિત સાથે કહ્યું.તેના આ શબ્દો મને તીરની જેમ ચુભ્યા.