બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 1

(20)
  • 5.8k
  • 2.8k

દિવસ આથમી રહ્યો હતો. આકાશમાં સંધ્યા ખીલી ઉઠી હતી. પંખીઓ માળામાં જઈ રહ્યા હતા. ચારેકોર શાંત વાતાવરણ અને એમાં ધીમો ધીમો મંદિરના ઝાલરનો અવાજ આવી રહ્યો હતો. એ ઝાંખા પ્રકાશમાં ચાર યુવાનો મેદાનમાં બનાવેલા ડામરના રોડ પર દોડી રહ્યા હતા. “હા બસ હવે એક રાઉન્ડ અને પછી બધા ઘરે જઈએ. ચાલો જલ્દી પૂરું કરો. જલ્દી.” કોઈકે જોરથી બૂમ પાડી. એ સાંભળી યુવાનોએ તેમની દોડવાની ગતિ વધારી અને આખા મેદાનનો રાઉન્ડ પૂરો કર્યો અને ચારેય સોસાયટી તરફ ધીમે ધીમે ચાલતા થયા. રોડની બાજુમાં આવેલા ટેકરા પર બે યુવાનો આ ચારેયને દોડતા જોઈ રહ્યા હતા. “આ ચારેય આવા સમયે કેમ દોડવા