કિસ્મત કનેકશન - પ્રકરણ ૩૨

(30)
  • 3.8k
  • 2
  • 1.4k

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૨વિશ્વાસે ગંભીર સ્વરે પેઇનમાં રડતી રીયા સામે જોઇને કહ્યું, "મમ્મી ડોકટરે મને રીયાને ઇમરજન્સીમાં હોસ્પિટલ લઇ જવા કહ્યુ છે, તે એમ્બ્યુલન્સ મોકલે છે, એમ્બ્યુલન્સ આવતા જ આપણે રીયાને હોસ્પિટલ ટ્રાન્સફર કરવી પડશે."વિશ્વાસની વાત સાંભળી તેની મમ્મીનુ મન ભરાઇ ગયું પણ તેમણે મન મજબુત કરીને રીયાના માથે હાથ ફેરવી તેને સાંત્વના આપતા પ્રેમથી કહ્યુ, "બેટા, ચિંતા ના કર. બધુ સારુ થઇ જશે. હોસ્પિટલ પહોંચતા જ તારુ પેઇન ડોકટર બંધ કરી દેશે."રીયા કણસતા અવાજે બોલી,"પણ મમ્મી આમ આટલુ વહેલુ પેઇન મને...""થાય બેટા પેઇન, એમાં બહુ ટેન્શન નહીં કરવાનુ." મોનાબેન પોતાનું મન મજબુત કરીને