લાગણીનુ વાવેતર

  • 2.8k
  • 919

વ્યક્તિ એકમેક સાથે કોઈને કોઈ ઉદ્દેશ સાથે જોડાયેલો હોય છે, તે પછી વ્યવહારિક હોય કે સામાજીક હોય, કુટુંબીક હોય કે વ્યક્તિગત હોય. આ બધાં જ ક્ષેત્રોમાં વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે અથવા બીજી કોઇ સંસ્થા સાથે એ "હેતરૂપી લાગણીના તાંતણે જોડાયેલો હોય છે". લાગણી એ એવી વસ્તુ છે કે, જેના તરફ આપણને દિલનું એ અતૂટ અને લાગણીસભર પ્રેમ નો નાતો હોય, તેની સંવેદના અને એક હળવો સ્પર્શ એ પોતાની આત્માને નવી જ ઉર્જા અને રોમાંચક સફર નો અદભુત લાહ્વો આપતો હોય છે.