ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું ઓગણીસમું ઇન્સ્પેક્ટર ઠાકોરને ફોન આવ્યો કે એક સગીરાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે ત્યારે તેમને થયું કે આજના યુવા આમ કોઇ નાની નાની વાત પર પોતાનો જીવ કેમ આપી દેતાં હશે? સત્તર વર્ષ એ કંઇ મરવાની ઉંમર છે? સિત્તેર વર્ષે પણ કેટલાક યુવાનની જેમ જીવી રહ્યા છે. આજની યુવાનીને થઇ શું ગયું છે? છેલ્લા થોડા દિવસોમાં યુવાનોની આત્મહત્યાના કેસો વધ્યા છે. આ કેસની વ્યવસ્થિત તપાસ થવી જોઇએ. સાચું કારણ બહાર લાવીને સમાજને જાગૃત કરવો જોઇએ. યુવા પેઢી દેશનું ભવિષ્ય છે. તેમનું જીવન કિમતી છે. વિચાર કરતાં કરતાં ઇન્સ્પેક્ટર ઠાકોર મરનાર કિનારીના ઘર પાસે ક્યારે આવી પહોંચ્યા તેનો