મૌન ભંગ

  • 4.5k
  • 1.3k

ચાર લંગોટિયા ભાઈબંધ. હર્ષદ, વિશાલ, હિતેશ અને સંજય. ચારેયના ઘરો પણ બાજુ-બાજુમાં જ અને સ્કુલ પણ બધાએ સાથે જ પૂરી કરી. હા, કોલેજમાં ચારેય જુદા થઇ ગયા હતા પણ મનમેળ ચારેય વચ્ચે બહુ સારો, એટલે એક બીજા વગર ચાલેય નહિ અને ભેગા મળે તો મીઠો ઝઘડો કર્યા વગર રહે પણ નહિ. આમ ચારેય ધાર્મિક વૃત્તિના એટલે ક્યારેય આઉટ લાઈન પર નહિ ચઢેલા અરે ફિલ્મ જોવા પણ ભાગ્યે જ ગયા હશે. એક દિવસ પણ આ ચારેયને એક-બીજા સાથે મળ્યા વગર ચાલે નહિ એવામાં આ કોરોના મહામારીમાં લોકડાઉન આવ્યું. આંગળીના વેઢા ગણી ગણીને લોકડાઉન પૂરું થવાની ચારેય મિત્રો કાગડોળે રાહ