મોટિવેશનલ સીરીઝ, નિમીષ ઠાકર, મો. 9825612221કામ કરવાની ના પાડવાથી તમારી વિશ્વસનિયતા વધી શકે. આ વાત કહેનારને પહેલાં તો ગાળો ખાવી પડે. પણ મિત્રો, આ વાત સામાન્ય સંજોગોની નથી. દરેક વખતે કોઇને ના પાડી દેવી પણ બરાબર નથી. પણ ઘણી વખત જો તમારી પાસે પહેલેથીજ ઘણું કામ હોય એ વખતે તમને બીજું કોઇ કામ સોંપવામાં આવે. તો તેને તમે પ્રેમપૂર્વક ના પાડી તેની પાછળના તર્કબદ્ધ કારણો રજૂ કરવાથી સામેની વ્યક્તિમાં તમારા પ્રત્યેની વિશ્વસનિયતામાં વધારો થાય છે.આ વાતને તમે ઉદાહરણ સાથે વધુ સારી રીતે સમજી શકશો.મારી જ વાત કરીશ. વર્ષ 2014, મારો એક સમયનો જુનિયર અર્જુન ડાંગર એ વર્ષે દિવ્ય ભાસ્કરની જૂનાગઢ