હું રાહી તું રાહ મારી.. - 43 - છેલ્લો ભાગ

(89)
  • 5k
  • 3
  • 1.6k

વંશ શિવરાજભાઈનો દીકરો છે તે જાણી શિવમ અને રાહી બંને અવાચક થઈ ગયા હતા.જ્યારે વંશ રાહીને શિવમ સાથે પોતાના ઘરે જોઈ તે પણ બંને જેવી સ્થિતિમાં હતો.જો રાહી એકલી હોત તો કોઈ પ્રશ્ન નહોતો પણ રાહી સાથે શિવમ અને બીજા બે-ત્રણ લોકોને જોઈ વંશ પણ આશ્ચર્યમાં હતો. “રાહી અને શિવમ બંને વંશને ઓળખે છે.”શિવરાજભાઈ.“પણ કઈ રીતે?”ચેતનભાઈ.“કેમ? કઈ રીતે ? આ બધુ દરવાજે જ પૂછી લેશો કે પછી અંદર પણ આવશો? બેટા રાહી જલ્દીથી કંકુના થાળમાં પગ મૂકી અંદર આવ.”શિવરાજભાઈ.રાહી સાથે બધા ઘરમાં પ્રવેશે છે.વસુધાબહેન શિવમ અને રાહીની આરતી ઉતારે છે.આ બધુ જોઈ વંશ વધારે ગુસ્સે થઈ જાય છે.