કિસ્મત કનેકશન - પ્રકરણ ૩૧

(37)
  • 4.5k
  • 2
  • 1.5k

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૧વિશ્વાસની પાસે આવીને તેની મમ્મી હળવુ સ્મિત રેલાવતી બોલી,"જો વિશ્વાસ હવે તુ મારી સરપ્રાઈઝ સાંભળ. બેટા .."બેટા શબ્દ સાંભળી વિશ્વાસની આંખમાં ચમક આવી ગઇ અને તે વ્યાકુળ અવાજે બોલ્યો, "મમ્મી જલ્દીથી સરપ્રાઈઝ બોલ..બોલ મમ્મી ...""બેટા, તુ લાંબા સમય પછી ઘરે આવ્યો તેનો મને અને તારા પપ્પાને પણ આનંદ છે. તારા આવવાથી અમને થોડી સરપ્રાઈઝ થઇ પણ અમને ખબર હતી જ કે તને એકદિવસ અમારી, ઘરની, સીટીની, દેશની યાદ જરુર આવશે જ. તુ સકસેસ પાછળ પાગલ હતો અને એક લેવલની સકસેસ પછી તને તારી સાચી સ્થિતનું ભાન થશે તેની અમને ખબર જ