આરુદ્ધ an eternal love - ભાગ-૧૬

(36)
  • 3k
  • 1
  • 1.7k

આર્યા અનાથઆશ્રમ પહોંચી ગઈ. એના મગજમાં ઘટનાઓ ભમી રહી હતી, અનિરુદ્ધનું વર્તન એ સમજવાનો પ્રયત્ન કરતી હતી પરંતુ સમજી શકતી ન હતી. અનિરુદ્ધ ઘણીવાર એને ખૂબ જ તકલીફ આપતો, અને ઘણીવાર એની ખૂબ કાળજી લેતો. આજે એના મગજમાંથી અનિરુદ્ધ ખસતો ન હતો, ક્યારે માયાબહેને ની પાસે આવીને ઊભા રહી ગયા એ પણ એને ખબર ન પડી. "આર્યા...." "જી સર..." "અરે પાગલ, હું તારી સર નથી." માયાબહેને કહ્યું ત્યારે આર્યાને ભાન થઇ કે પોતે ઘેર છે. "તું તો કામમાં બહુ ડૂબી ગઈ છે ને મારી દીકરી, કે ઘેર પણ તને ઓફિસ જેવું જ લાગે છે. વારુ,