કુદરતનું અલૌકિક અને અદ્ભૂતતા ભર્યું સર્જન એટલે "નારી" અને એમાંય જો સ્ત્રીમાં સુંદરતાની બે ચાર પાંખડીઓ ખીલતી હોય તો એ ઘણા લોકોના મુખકમળ હસતા ખીલતા કરી નાખે છે. અમારી કોલેજમાં આજે એક વાતની ચર્ચાએ જોર પકડ્યું હતું.. એ ચર્ચાનો વિષય હતી એક છોકરી. જેણે આજે પ્રથમ વખત અમારી કોલેજના કમ્પાઉન્ડમાં પગ મુક્યો હતો અને એની અદ્ભૂત સૌંદર્યતાના વખાણો આજે આકાશ આંબી રહ્યા હતા..એક છોકરો બોલી રહ્યો હતો, "જોઈ લ્યા.. પેલી પિન્ક શર્ટ અને બ્લ્યુ જીન્સ વાળી છોકરીને.. રૂપ તો જુઓ એનું જાણે દિવસે ચમકતો ચાંદ... 'હા યાર જાણે સ્વર્ગમાંથી અવતરેલી કળયુગની અપ્સરા !!! જોઈ લો ,' ચાલતી ચર્ચાનો વેગ વધારવા