નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૪

(55)
  • 4.2k
  • 3
  • 2k

નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ-૨૪સુરજે મોહનભાઈને એંજલ વિશે જણાવ્યું. મોહનભાઈના ગયાં પછી સુરજે એંજલને ધનસુખભાઈ વિશે કેવી રીતે જણાવવું? એ અંગે પ્લાન બનાવવાનું શરૂ કર્યું. સુરજ તેજસ સાથે એંજલની ઘરે આવ્યો હતો. તેજસે દરવાજો ખખડાવ્યો. શારદા દરવાજો ખોલવા આવી. તેજસની સાથે સુરજને જોઈને શારદા તેની સામે વિસ્મયતાથી જોવાં લાગી."આ કોણ છે??" સુરજ સામે જોઈને શારદાએ તેજસને પૂછ્યું."આ મારો મિત્ર છે. આ બાળકોને ડાન્સ શીખવાડે છે. એંજલની સ્કુલમાં હમણાં વાર્ષિક મહોત્સવ છે. તો હું આને એંજલને ડાન્સ શીખવાડવા માટે મારી સાથે લાવ્યો છું." તેજસે સુરજ અંગે ખોટી માહિતી આપતાં કહ્યું."આ આજે ઘરની અંદર નહીં આવી શકે. મારે આ અંગે પહેલાં સાહેબને વાત