તારી યાદ.. એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો હતો અને સાથે સાથે ગરમીની સીઝન પણ... એપ્રિલ ફૂલની સાંજનો સમય ધીમો ધીમો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો.. સુરજ ધીમે ધીમે આથમતો આથમતો આકાશમાં કેસરીયો રંગ વિખેરીને જાણે રંગોળી બનાવતો હોય એવો નજારો થઈ ગયો હતો પક્ષીઓ કલબલ કલબલ કરતા કરતા પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા હતા.. અને રોજની જેમ પોતાના સેલ્ફમાંથી ત્રણ પુસ્તક લઈને બાલ્કનીમાં બેઠેલી શ્રેયા આકાશમાં એ નજારો નિહાળતા નિહાળતાની સાથે ગરમ કોફીની ચૂસકી લેતી હતી.. આરામ ખુરશી પર બેઠેલી શ્રેયાની સામે રાખેલા ત્રણ પુસ્તકો હતા અને પણ એનાં માટે ખાસ હતા.. એટલા માટે ખાસ હતું કેમ કે એ