ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૮

(55)
  • 4.2k
  • 10
  • 1.9k

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું અઢારમુંઇન્સ્પેક્ટર ઠાકોરને એક અજીબ લાગતા કેસ માટે બોલાવવામાં આવ્યા હતા. આ કેસ અકસ્માત મોતનો લાગતો હતો પણ હત્યાનો હોવાની શક્યતા ઓછી ન હતી. ચોક્કસ કહી શકાય એમ ન હતું. એટલે જ ઇન્સ્પેક્ટર ઠાકોરને કેસ સોંપવામાં આવ્યો હતો.ઇન્સ્પેક્ટર ઠાકોરે કેસ વિશે બધી માહિતી મેળવી. ગણવીર નામના જે યુવાનનું મોત થયું હતું એ મૂળ બિહારનો હતો. ચાર માસ પહેલાં તેના લગ્ન શાવરી નામની એના જ ગામની યુવતી સાથે બિહારમાં થયા હતા. અમદાવાદમાં ગણવીર એક કંપનીમાં છૂટક કામ કરતો હતો. તેની પત્ની શાવરીના બયાન મુજબ બનાવના દિવસે ગણવીર સાંજે કામ પરથી આવ્યો ત્યારે આદત મુજબ થોડો દારૂ પીને આવ્યો