સવાર પડવાં આવી છે...તેની પાસે ઘડિયાળ કે બીજું કંઈ તો હતુ નહીં પણ અજવાળું જોઈને સવાર પડવાની તૈયારી છે એમ લાગી રહ્યું છે. તેનાં કપડાં અને બધુ એમ જ છે.....પણ છે તો એક સાધારણ પત્ની અને એક અસાધારણ મા... તેને પરમની યાદ આવે છે આજ સુધી તે એક રાત પણ પુજા વિના રહ્યો નથી....એની સાથે જ સુવે.... તે શું કરતો હશે...પણ મંથન તરફની તેની નફરત તેને ઘરે જતાં રોકી રહી છે.....કદાચ મંથનને પણ તેને એટલો દિલથી ચાહ્યો છે કે તે એને નફરત પણ કરી શકતી નથી.. તેને બપોરે જમ્યાં પછી હજુ સુધી કંઈ ખાધું કે પાણી સુદ્ધાં પીધુ નહોતું...તેને હવે