નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૩

(56)
  • 5.2k
  • 2
  • 2.4k

નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ-૨૩શારદા એંજલને ઘરે લઈને જતી રહી. મોહનભાઈ એંજલના ઘરનું એડ્રેસ કે, તેનાં પપ્પાનું નામ, કાંઈ જાણી નાં શક્યાં. હવે જોઈએ આગળ."પપ્પા... પપ્પા... ક્યાં છો તમે?" એંજલ ઘરે પહોંચીને બૂમો પાડવા લાગી.ધનસુખભાઈ પોતાનાં રૂમમાંથી બહાર આવ્યાં. અને દોડીને એંજલને ગળે વળગી ગયાં. ધનસુખભાઈની આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં હતાં."પપ્પા, તમે મને એકલી મૂકીને ઘરે શાં માટે આવતાં રહ્યાં? હું તમને એક દીદી સાથે મળાવવાની હતી. તેમણે એક વખત હું ઓટો રિક્ષા સાથે અથડાવાની હતી. ત્યારે મને બચાવી હતી." એંજલ તેની કાલીઘેલી ભાષામાં બોલી."એ બધું પછી બેટા, પહેલાં તું જમી લે." ધનસુખભાઈ એંજલને તેડીને ડાઈનિંગ ટેબલ તરફ લઈ ગયાં.