બુદ્ધમ શરણમ ગચ્છામિ જેમના ધર્મની ૩ અગત્યની બાબતો :જન્મ,જ્ઞાન અને નિર્વાણ ...એક જ જગ્યાએ એક જ દિવસે બોધગયામાં એક જ વ્રુક્ષ નીચે થયા અને જેમણે પ્રેમ,અહીસા,શાંતિ,કરુણાનો સંદેશો આપ્યો તેવા ભગવાન બુદ્ધના જીવનમાં વૈશાખ સુદ પૂનમનું અનેરું મહત્વ રહ્યું છે.ઈ.સ.પૂર્વે ૧૫૬૩માં લુંમ્બીનીવનમાં મહાનગરી કપિલ વસ્તુના મહારાજા શુદ્ધોદન અને મહારાણી મહામાયાના પાટવી કુવર સિદ્ધાર્થ પછીથી ‘ગૌતમ’ કહેવાયા કેમકે ૭ વર્ષની વયે તેઓએ માતા ગુમાવતા ગૌતામીદેવીની ગોદમાં ઉછેર્યા.કોઈ ઋષિએ કરેલી ભવિષ્ય વાણી કે આ બાળક સંસારનો ત્યાગ કરશે થી ડરીને પિતાએ તેમને અલગ મહેલમાં રાખ્યા કે જ્યાં તેઓ સંસાર ન જોઈ શકે..પણ વિધિના વિધાન કદી ખોટા જતા નથી તેમ આખરે સિદ્ધાર્થ પત્ની