રાહી અને શિવમના જીવનમાં આવેલી મુશ્કેલીઓનો આખરે અંત આવી ગયો આ આશાથી શિવમ અને રાહીના ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલવા લાગે છે.શિવમ અને રાહી પણ પોતે હવે જીવનમાં બીજી કોઈ મુશ્કેલીઓ નહીં આવે તે આશાએ પોતાના લગ્ન થવાની ખુશી માણી રહ્યા હોય છે. ક્યાયને ક્યાય રાહી વંશના લીધે થોડો ડર અનુભવે છે પણ શિવમના વારંવારના સહકારથી ફરીથી પોતાનો ડર ભૂલી જાય છે.શિવમ અને રાહીના લગ્નને ત્રણ દિવસની જ વાર હોય છે.બધા મહેમાનોને આમંત્રણ અપાય ગયા હોય છે. રાહીના હાથમાં મહેંદી મૂકાતા તે ફોટો ખેંચી શિવમને મોકલે છે.શિવમને ફોટો મળતા તે તરત જ