ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૬

(57)
  • 3.9k
  • 5
  • 1.9k

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું સોળમું ઇન્સ્પેક્ટર ઠાકોરને રાત્રે સમાચાર મળ્યા કે એક માલેતુજાર યુવાને શહેરના છેવાડાના એક અવાવરુ ભાગમાં આત્મહત્યા કરી લીધી છે, ત્યારે તેમને નવાઇ લાગી. પોલીસના રીપોર્ટમાં લખ્યું હતું કે મરનાર યુવાન કેટલાક દિવસથી માનસિક રીતે અસ્વસ્થ હતો. સાંજે તેના પિતાની ફેક્ટરીમાંથી ઘરે જવાનું કહી નીકળ્યા પછી શહેર બહાર એક જંગલ જેવી જગ્યાએ કાર પહોંચે ત્યાં સુધી લઇ ગયો અને કોલ્ડ્રિંક્સમાં ઝેર નાખી આત્મહત્યા કરી જીવનનો અંત લાવી દીધો હતો. ચાર માસ પહેલાં તેના લગ્ન નક્કી થયા હતા. છોકરી પણ મોટા ઘરની હતી. અચાનક તેણે આત્મહત્યા કરી લીધી હતી.ઇન્સ્પેક્ટર ઠાકોર બીજા દિવસે સવારે પોલીસ ઇન્સ્પેક્ટર દયારામ પાંડેને ફોન કરી ઘટના