આખોય પરિવાર તળાવ પાસે બનેલા અણબનાવ ના વિચારો થી ડઘાયને સ્તબ્ધ બનીને રસ્તા પાસે કોઈ વાહનની વાટ જોતો ઊભો હતો. એવામાં એક ઊંટ ગાડી વાળો ત્યાંથી પસાર થાય છે. ચહેરા પર માંડ માંડ હાસ્ય આવતું હોય અને જેના પર સંકટ ના વાદળો તૂટી પડ્યા હોય એવી એકદમ નિરાશ મુખમુદ્રા વાળા અને પહાડી ચાલકને દૂરથી જોઈને ઊભો રાખવાની હિંમત નોહતી થતી પરંતુ દેખાવમાં રાજસ્થાની લાગતા એ ભાઈને ઊભા રાખ્યા સિવાય બીજો કોઈ ઉપાય પણ ન હતો. દાદીમાના એ વિનમ્ર છોકરાએ એને માંડીને વાત કરી તો એ ભાઈએ તેના પરિવાર ને પાછળ ગાડીમાં બેસાડ્યાં. વાડ વિનાની એકદમ ખુલ્લી એ ગાડીમાં ઊંટ માટે