વેલેન્ટાઈનની ભેટ

(20)
  • 2.4k
  • 1
  • 919

વેલેન્ટાઇનની ભેટ “એક ગણિત શાસ્ત્રીએ કવિને પૂછ્યું: “પ્રેમ,લાગણી,ભક્તિનો સરવાળો કરતા શું જવાબ મળે?” કવિએ બહુ સુંદર જવાબ આપ્યો: “રાધા,રુકમણી અને મીરાં મળે...”તાલીઓના ગડગડાટ વચે વેલેનટાઈનડેનું વક્તવ્ય આગળ ચલાવતા ઇવાબહેને કહ્યું: “પ્રેમ એટલે શું? ત્યાગ,સમર્પણ,સ્વીકાર......જરૂરી નથી કે પ્રેમ કરવા માટે વ્યક્તિ પ્રત્યક્ષ હાજર જોઈએ...પરોક્ષ રીતે પણ પ્રેમ કરી શકાય છે...એટલે જ કોઈ શાયરે કહ્યું છે: “પ્રેમ એટલે કોસો દુર રહીને પણ એક પણ શબ્દ સાંભળ્યા વગર ચહેરાના હાવભાવ જોયા વગર પ્રિયજનના હૃદયના તરંગને જાણવું” અહી બેઠેલા શ્રોતાગણમાં ટીન એજર્સ માટે આજે પ્રેમની વ્યાખ્યા કૈક એવી છે...’સાચો પ્રેમ એટલે રોમાન્સ,હોટેલમાં ડીનર,બીચ પર લટાર.’ પણ નહિ...સાચો પ્રેમ એટલે કાળજી,બાંધછોડ,આદર અને વિશ્વાસ..”